મોરબીમાં ઉનાળામાં ખાલી કરાયેલો ડેમી 3 રીપેરીંગ કરવા માટે ખાલી કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી ડેમના દરવાજાનું રીપેરીંગ કામકાજ કરવામાં આવ્યું નથી અને જેથી કરીને ડેમમાં પાણી પણ સંગ્રહ થયું નથી અને તેને લઈને 10થી વધુ ગામના ખેડૂતોની 5,000 વીઘા જમીનમાં પિયતની અસર પડી શકે તેમ છે.
ખેડૂતોએ જમીનમાં પાકનું કરી દીધું વાવેતર
મોરબી જિલ્લામાં અલગ અલગ ડેમોમાંથી સિંચાઈ માટે ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે, પરંતુ તંત્રની આયોજન વગરની કામગીરીના પગલે હવે છતાં પાણીએ ખેડૂતોને પાણી વગર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબીના કોયલી ગામ નજીક આવેલા ડેમી 3 ડેમને દરવાજા રીપેરીંગનું કામકાજ કરવા માટે ખાલી કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા સહિતનું વાવેતર કરીને રાખ્યું હતું.
હાલ ડેમ ખાલીખમ હોવાથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ
પરંતુ ડેમ ખાલીખમ હોવાથી આશરે 5,000 વીઘાથી વધુ જમીનમાં ખેડૂતોને પિયતની સ્થિતિ પર અસર પડી શકે તેમ છે. ખાનપર, પીઠડ, પડાણા, કૃષ્ણનગર, કોયલી, રામગઢ,નેસડા, ધુળકોટ સહિતના ખેડૂતો સિંચાઈ માટે પાણીમાંથી પાણી ઉપયોગ કરે છે, પરંતુ હાલ ડેમ ખાલીખમ હોવાથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તંત્રની અણ આવડતના પગલે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ વરસ્યો છે અને રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. પાણીના સંગ્રહને પગલે રાજ્યના ખેડૂતોને પાક માટે અને અન્ય લોકોને પીવા માટે પણ પાણીની ઘટ પડશે નહીં.