મોરબી જિલ્લાના વિરપરડા ગામે એક અનોખી અને રહસ્યમય ઘટના સામે આવી છે.જ્યાં ગામમાં આવેલા એક કૂવાનું પાણી ફરીવાર આપમેળે હાલકડોલક થતું જોવા મળ્યું છે.2 દિવસ પહેલા કૂવાના પાણીમાં અચાનક હલચલ શરુ થઈ હતી. ત્યારબાદ ગત રોજ બપોર સુધી બંધ રહી હતી.જોકે ગઈકાલે બપોરે કૂવાના પાણીમાં ફરીથી આ પ્રકારની અનોખી હલચલ શરુ થતાં સ્થાનિક રહીશોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો.આ દ્રશ્ય જોવા માટે ગામજનોના ટોળેટોળા કૂવા પાસે ઉમટી પડ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
જુઓ જિલ્લા કલેક્ટરે શું કહ્યું?
https://www.instagram.com/reel/DbuagpijOgc/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3Dઘટનાથી સ્થાનિક લોકોમાં વિવિધ તર્ક વિતર્ક
કૂવાના પાણીમાં અચાનક ઉછાળો અને હાલક-ડોલક થવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં વિવિધ તર્ક-વિતર્ક શરુ થયા હતા.મોરબી અને આસપાસનો વિસ્તાર ભૂકંપ ઝોનમાં આવતો હોવાના કારણે કેટલાક ગ્રામજનો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે જમીનની અંદર ભૂગર્ભમાં થતી કોઈ ભૂકંપ જેવી હલચલ કે પ્લેટોના ખસવાને કારણે કૂવાનું પાણી આ રીતે હલી રહ્યું હોઈ શકે છે.સતત બીજા દિવસે પણ આ ઘટના પુનરાવર્તિત થતાં ગ્રામજનોમાં ચિંતા અને આશ્ચર્ય બંને જોવા મળ્યા હતા.
ઘટનાને લઈ જિલ્લા કલેક્ટરે શું કહ્યું?
ગુજરાતના મોરબી તાલુકાના વિરપરડા ગામમાંથી એક અનોખી ઘટના સામે આવી છે જ્યાં એક વાડીના કૂવામાં પાણીમાં મોજાં જેવું હલનચલન જોવા મળી રહ્યું છે. આ મામલે જિલ્લા કલેક્ટરે ગ્રાઉન્ડવોટર રિસર્ચ ટીમ પાસે વિગતવાર અહેવાલ માંગ્યો છે.કલેક્ટર સ્વપ્નિલ ખરેના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિરપરડા ગામના કૂવાના અહેવાલોને આધારે જિલ્લા જીઓલોજિસ્ટની ટીમે સ્થળની મુલાકાત લીધી હતી.તેમની પ્રાથમિક તપાસ સૂચવે છે કે પાણીનું આ હલનચલન સંભવતઃ પાણીની નીચે ફસાયેલી હવાને કારણે થઈ રહ્યું છે.ફસાયેલી હવા જેમ જેમ ખસે છે તેમ તે પાણીની સપાટી પર હલચલ પેદા કરે છે.આ બાબતે વિસ્તૃત અભ્યાસ કરીને અહેવાલ સોંપવા માટે ગુજરાત ગ્રાઉન્ડવોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને પણ જણાવાયું છે.
https://twitter.com/sandeshnews/status/2085278023071531026
ભૂસ્તર વિભાગના અધિકારીઓ શું કહી રહ્યા છે?
આ ઘટના અંગે જાણ થતાં જ મોરબીના ભૂસ્તર વિભાગના અધિકારીઓની ટીમ તાત્કાલિક વિરપરડા ગામે પહોંચી ગઈ હતી. આ ટીમે કૂવાની સ્થિતિ તેમજ પાણીની હલચલનું સઘન નિરીક્ષણ કર્યું હતું.તપાસ બાદ ભૂસ્તર અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે,આ ઘટના પાછળ કોઈ ભૂકંપ કે જોખમી પ્રવૃત્તિ જવાબદાર નથી. અધિકારીઓએ જણાવ્યું કે,આ પ્રવૃત્તિ માત્ર ભૌગોલિક કારણોસર થઈ રહી છે.તાજેતરમાં પડેલા ભારે વરસાદના લીધે કૂવા રિચાર્જ થયા છે અને પવનની ગતિના લીધે કૂવાના પાણીમાં આ પ્રકારે હાલક-ડોલક થવાની પ્રક્રિયા જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Morbi News: વિરપરડામાં કૂવાનું પાણી ફરી આપમેળે હાલક-ડોલક થયું, ભૂસ્તરશાસ્ત્રીઓએ જણાવ્યું સાચું કારણ, Video