વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ગુજરાતમાં વિશેષ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં આજે પ્રધાનમંત્રીના જન્મદિવસ પર નમોત્સવની થીમ પર ખાસ આયોજનો કરવામાંઆવ્યા છે. કોઈ સ્થાન પર રક્તદાન શિબિર તો કયાંક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલયમાં પણ પ્રધાનમંત્રીના જન્મદિવસની ખાસ ઉજવણી કરાઈ. આજના દિવસે ભાજપ કાર્યાલયમાં બાળકોને સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.


ભાજપ પ્રદેશ કાર્યાલયમાં કરાયું કિટનું વિતરણ

ભાજપ પ્રદેશ કાર્યાલયમાં પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે 30 હજાર કરતા વધુ સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવશે તેમ ભાજપ પ્રવકતા યગ્રેશ દવેએ જણાવ્યું. વધુમાં તેમણે કહ્યું કે યુવા અને મહિલા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા બાળકોને સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવશે. કાર્યકરો પ્રધાનમંત્રીએ આપેલા સૂત્રોને સાર્થક કરવા તમામ પ્રયાસ કરશે. સ્વચ્છતા એ સ્વસ્થ આરોગ્યનો મંત્ર, સબ કા સાથ સબ કા વિકાસ, આળસ છોડી કાર્ય પર ધ્યાન આપો જેવા સૂત્રોને કાર્યકરોએ પણ અપનાવ્યા છે. અને એટલે જ ફક્ત મોટીમોટી વાતો કરવાના બદલે આવા કાર્યો થકી પ્રધાનમંત્રીને જન્મદિવસની કાર્યકરો તરફથી વિશેષ ભેટ આપવામાં આવી છે. આ સાથે જ પક્ષના કાર્યકરો દ્વારા પ્રધાનમંત્રીના સારા સ્વાસ્થ્યની પણ પ્રાર્થના કરવામાં આવી. 

રાજ્યમાં ઠેર-ઠેર PM મોદીના 75માં જન્મ દિવસની ઉજવણી

રાજ્યમાં PM મોદીના 75માં જન્મ દિવસનીને ઉજવણીને લઈને ગાંધીનગરમાં યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત ભારતને લઈને કાર્યક્રમ યોજાયો. જ્યારે મહાત્મા મંદિર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનું આયોજન કરાયું. તો આજના દિવસે દર્દીઓને હોસ્પિટલ તરફથી સુવિધા આપવામાં આવી છે. SVP હોસ્પિટલમાં OPD અને લેબ ચાર્જ ફ્રી રાખવામાં આવ્યો. અને આજના દિવસે નગરી હોસ્પિટલમાં પણ OPD ચાર્જ નહીં લેવામાં આવે. ફક્ત ભાજપના કાર્યકરો અને ગુજરાતની જ જનતા નહીં દેશભરના લોકોનું માનવું છે કે 'મોદી હૈ તો મુમકીન હૈ' વિકટ સંજોગો હોય તો પણ પ્રધાનમંત્રી હરહંમેશ પ્રજા માટે અડીખમ ઉભા રહેશે.

  • Follow us on: