નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત પર્વની શરૂઆત કરાવી છે. આ વિશેષ આયોજન 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી તમામ પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને એક જ સ્થળે દેશના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરાઓ, અનોખી કલાકૃતિઓ તેમજ દરેક રાજ્યની પ્રખ્યાત વાનગીઓનો સ્વાદ માણવા મળશે.

ભારત પર્વનું આયોજન

નર્મદાના એકતાનગર ખાતે પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થાઓ અને સુંદર સુવિધાઓ સાથે ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મૂકવામાં આવેલા આ પર્વમાં સમગ્ર દેશની વૈવિધ્યસભર વિરાસતને એક મંચ પર રજૂ કરવામાં આવી છે. 

ભારતની સાંસ્કૃતિક એકતાનું સુંદર દર્શન 

આ પર્વ 1 નવેમ્બરથી શરૂ થઈને 15 નવેમ્બર સુધી તમામ પ્રવાસીઓ માટે ખુલ્લો રાખવામાં આવશે. એકતાનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ પર્વ એક મોટું આકર્ષણ બની રહેશે, જ્યાં ભારતની સાંસ્કૃતિક એકતાનું સુંદર દર્શન થશે.

રાજ્યોની કલાકૃતિઓ અને પરંપરાઓનો ભવ્ય સંગમ 

આ મહોત્સવ દરમિયાન એક જ પરિસરમાં દેશના અલગ અલગ રાજ્યોની કલાકૃતિઓ અને પરંપરાઓનો ભવ્ય સંગમ જોવા મળશે. ભારત પર્વમાં વિવિધ રાજ્યોમાંથી લાવવામાં આવેલી હસ્તકલા તેમજ કલાકારોની અનોખી કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. અહીં આવનારા પ્રવાસીઓ દરેક રાજ્યના વારસા અને કળા-સંસ્કૃતિની ઓળખથી સીધા વાકેફ થઈ શકશે. એકતાનગર ખાતે થયેલું આ વિશેષ આયોજન દેશભરના પ્રવાસીઓને એક જ સ્થળે અખિલ ભારતનું ભ્રમણ કર્યાનો સાચો અહેસાસ કરાવશે.

લોકપ્રિય વાનગીઓનો સ્વાદ પણ માણી શકશે

કલા અને સંસ્કૃતિના દર્શનની સાથોસાથ પ્રવાસીઓ વિવિધ રાજ્યોની પ્રખ્યાત અને લોકપ્રિય વાનગીઓનો સ્વાદ પણ માણી શકશે. દેશભરના અલગ અલગ પ્રદેશોના જાણીતા વ્યંજનો અહીં પ્રવાસીઓ માટે એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે, જેથી મુલાકાતીઓ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો ભરપૂર આનંદ લઈ શકે. 

ભારત પર્વ પ્રવાસીઓને યાદગાર અનુભવ 

એકતાનગર ખાતે 1 થી 15 નવેમ્બર દરમિયાન પ્રવાસીઓ સરળતાથી આ સમગ્ર પર્વને માણી શકે તે માટે ખાસ આયોજન અને વ્યવસ્થાઓ કરાઈ છે. સમગ્ર દેશની સંસ્કૃતિ, કળા અને સ્વાદિષ્ટ ભોજનને જોડતો આ ભારત પર્વ પ્રવાસીઓને યાદગાર અનુભવ આપશે. 


આ પણ વાંચો :   Supreme Court : સંમતિથી બનેલો સંબંધ બ્રેકઅપ પછી દુષ્કર્મ નથી, તે પુરુષોની સ્વતંત્રતાને અસર કરે છે