એટલે કે હવે જામનગરમાં બાંધણીના ગરબા ધૂમ મચાવશે. આ સાથે જ માતાજીના સ્વરૂપવાળા ગરબા પણ ખૂબ ટ્રેન્ડમાં છે. દર વર્ષે માતાજીના અવનવા ગરબા બજારમાં જોવા મળતા હોય છે ત્યારે આ વર્ષે તો જામનગરની અનબાન શાન ગણાતી બાંધણી અને ઘરચોળાની પેટન પણ ગરબામાં જોવા મળી રહી છે તેમ ગરબા બનાવનાર નયનાબેને જણાવ્યું હતુ.


સાથે જ માતાજીના સ્વરૂપવાળા ગરબા પણ ખૂબ ટ્રેન્ડમાં છે

ગરબાના ભાવની વાત કરવામાં આવે તો સાદા ગરબા એટલે કે કલર વગરના ગરબા રૂપિયા 50 થી શરૂ થાય છે અલગ અલગ ડિઝાઇન કલર અને સાઈઝ પ્રમાણે ગરબા ના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળતો હોય છે. સામાન્ય રીતે ગરબા મોટાભાગે લાલ તથા મરુન કલરના જોવા મળે છે ત્યારે આ વર્ષે માર્કેટમાં નિયોન કલર્સ જેવા કે કેસરી, લીલો, ગુલાબી, અને મેટ ફિનિશિંગ વાળા ગરબામાં વેલવેટ કલર, પલ કલર, મેટ નિયોન વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે લોકો મીડિયમ સાઇઝના ગરબાની પસંદગી વધુ કરે છે. આ ઉપરાંત ધાર અને કાંગરી વાળા ગરબા લોકોની પહેલી પસંદગી હોય છે.

આ ગરબાની ખરીદી પણ ચાર મહિના પહેલાથી જ થવા માંડે છે

અગાઉ એકલ-દોકલ ગરબા તૈયાર કરતા દંપતીએ હવે મોડર્ન ડિઝાઇનના ગરબાની માંગ વધતા ગરબા મેકીંગને જ પોતાનો વ્યવસાય બનાવ્યો છે. અને જેમાં દર વર્ષે કંઈક નવુ ઉમેરતા રહે છે, નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાજીની આરાધનામાં ઉપયોગમાં લેવાતા આ આધુનિક ટચના ગરબા સુશોભનનું વસ્તુ બની ગઈ છે. અગાઉ માત્ર માટીના એક જ પ્રકારના ગરબા બજારમાં મળતા. તેથી નવરાત્રિના એકાદ દિવસ પહેલા ખરીદી થતી. હવે નવી પેઢી પોતાના ગરબાને બીજા કરતા અલગ તેમજ પોતાની પસંદગી મુજબ ગરબા લેવાનુ પસંદ કરે છે, ત્યારે રૂ 50થી માંડી રૂ 1000ની કિંમતના આ ગરબાની ખરીદી પણ ચાર મહિના પહેલાથી જ થવા માંડે છે. હાલ તો જામનગરની આ મહિલા અવનવા ગરબા બનાવીને તેમના પતિને સાથે રાખી રોજગારી મેળવી રહ્યા છે. જે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને મહિલાઓને પરિવાર માટે મદદરૂપ થવા પ્રેરણાદાયક બન્યા છે.

 

  • Follow us on: