નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે જિલ્લાની કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે ગણદેવીમાં 8.69 ઇંચ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ અન્ય તાલુકાઓ એટલે કે ચીખલીમાં 7.47 ઇંચ, ખેરગામમાં 5.43 ઇંચ અને નવસારી શહેરમાં 4.98 ઇંચ વરસાદ પડી ગયો છે. આવા અતિભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં 92 જેટલા માર્ગો બંધ થયા છે.
જનજીવન પ્રભાવિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા













