નવસારી શહેરના શાકમાર્કેટમાં આજે એક સામાન્ય બાબતે ઉગ્ર મારામારીની ઘટના બની હતી. જેમાં એક યુવકને ઢોર માર મારવામાં આવતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આ ઘટના શાકભાજી માર્કેટમાં બની હતી. જ્યાં લારીવાળાઓ વચ્ચે લારી મૂકવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મારામારી શરૂ થઈ ગઈ હતી.
શાકમાર્કેટમાં લારીવાળા વચ્ચે મારામારી













