જલાલપોર તાલુકાના આસણા ગામની સરકારી શાળામાં દારૂની પાર્ટી કરતા લોકો ઝડપાયા છે. ધ શાળાના ઓટલા પર દારૂની પાર્ટી કરતા ઇસમોનો ગામના યુવકે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. દારૂની પાર્ટીનો વિરોધ કરી ગામના યુવાને સરપંચને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વીડિયો બનાવી વાયરલ કરાતા ગામના લોકોએ મોડી રાત્રે યુવાનના ઘરે પહોંચી હોબાળો કર્યો હતો..
આસણા શાળામાં દારુ પાર્ટી કરતા 3ની ધરપકડ













