રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટના લીધે લોક વિસ્થાપન અને પ્રકૃતિને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને આદિવાસી લોકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાપી પાર રિવર લિંકને લઈ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. લોકસભામાં કોઈ પણ DPR મૂકવામાં આવ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્યો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે.


પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ 

તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈ સી આર પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે નિવેદન આપ્યું કે આ યોજના પડતી મુકાઈ છે અને લોકસભામાં કોઈ પણ ડીપીઆર મૂકવામાં આવ્યો નથી. ડો.તુષાર ચૌધરીને ખબર હોવી જોઈએ આવો કોઈ ડીપીઆર લોકસભામાં રજૂ થઈ શકે નહીં, કોંગ્રેસના ધારાસભ્યો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે. આદિવાસીઓને નુકશાન થાય એવો કોઈપણ પ્રોજેક્ટ મોદી સરકાર લાવવાની નથી.

 આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો 

તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લોકસભામાં 24 જુલાઈના રોજ DPR મંજૂર કરાયો હોવાના દાવા બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ પ્રોજેક્ટ દ્વારા નદીના પાણી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં સ્થળાંતરિત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં 3 નદીઓ જોડવાની દરખાસ્ત કરવામાં આવી છે.


  • Follow us on: