સુરત શહેરમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી લોકોને ટાર્ગેટ કરી બ્લેકમેલ કરતી ગેંગનો વરાછા પોલીસે પર્દાફાશ કર્યો છે.GRINDR નામની જાણીતી ડેટિંગ એપ પર એક યુવકને મળવાને બહાને બોલાવી તેને ડરાવી ધમકાવીને બળજબરીપૂર્વક 45 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે ભોગ બનનાર યુવકે હિંમત દાખવી વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.
ડેટિંગ એપ પર લોકોને શિકાર બનાવતા
ફરિયાદના આધારે વરાછા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડીને મુખ્ય આરોપી વિજય ધીરૂભાઈ મકવાણાની ધરપકડ કરી લીધી છે.આ ગુનામાં સંડોવાયેલા એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેઓ ડેટિંગ એપ પર લોકોને શિકાર બનાવતા હતા અને એકાંત સ્થળે બોલાવી બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવતા હતા.













