ભાવનગર જિલ્લાના પાલીતાણા સરકારી હોસ્પિટલમાં સરકારી નાણાં પચાવી પાડવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલ માટે 2.55 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવાનું આયોજન કરાયું હતું, જેના માટે સરકારે 50.43 લાખની રકમ પણ ફાળવી દીધી હતી. જોકે, સ્થળ પર કામ કર્યા વગર જ આખેઆખું બિલ મંજૂરી માટે રજૂ કરી દેવામાં આવતાં વિવાદ સર્જાયો છે.

મંત્રી પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઈઝ મુલાકાતમાં ઘટસ્ફોટ

આ સમગ્ર કૌભાંડનો ખુલાસો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન થયો હતો. મુલાકાત વખતે મંજૂર થયેલી ટાંકી સ્થળ પર જોવા ન મળતાં મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. 

Palitana Hospital Water Tank Scam: 2 Engineers Suspended, Contractor Blacklisted

લાખો રૂપિયાના બિલ ચૂકવણી 

તપાસમાં બહાર આવ્યું કે ટાંકીનું એક ટકો પણ કામ થયું નહોતું, છતાં મુખ્ય કચેરીમાં લાખો રૂપિયાનું બિલ ચૂકવણી માટે મોકલી દેવાયું હતું.

Palitana Hospital Water Tank Scam: 2 Engineers Suspended, Contractor Blacklisted

2 ઇજનેરને સસ્પેન્ડ કરાયા

ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર બદલ જવાબદાર ચાર્જિંગ એક્ઝિક્યુટિવ એન્જિનિયર મેહુલ દવે અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એન.વી. કાલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવા આદેશ અપાયા છે. આ ઉપરાંત, બોગસ કામ દર્શાવનાર સુરતની 'ધર્મનંદન કન્સ્ટ્રક્શન' એજન્સીને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે.  


આ પણ વાંચો  :     Bhavnagar : નકલી દારૂનો કાળો કેર: લઠ્ઠાકાંડમાં 7ના મોત, MP ના 'ડોક્ટરે' ઘડ્યો હતો કાળો ખેલ, 21 સામે ગુનો