વાઇબ્રન્ટ ગુજરાત રીજિયનલ કોન્ફરન્સ નોર્થ ગુજરાત અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, કન્વેન્શન હોલ ખાતે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ પાટણ’ સમિટ યોજાઈ હતી. જેમાં પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ 43 કરોડના એમ.ઓ.યુ.કર્યા હતા.જેના કારણે 500 થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે.
ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસની જાણકારી આપવામાં આવી
વાયબ્રન્ટ ગુજરાત-2026 ની પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં નિષ્ણાંત વક્તાઓએ ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-2022, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-2019, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ (PMFME) સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદશન આપવામાં આવ્યું હતું.
સ્થાનિક હુન્નર કલા કારીગરીને પ્રોત્સાહન
આ પ્રસંગે મંત્રીજગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે,ગુજરાતની કુલ નિકાસમાં ઉત્તર ગુજરાતની કુલ નિકાસ 3.3 અબજ ડોલર જ્યારે પાટણની નિકાસ 229.57 મિલિયન ડોલર છે.સ્થાનિક હુન્નર કલા કારીગરી ને પ્રોત્સાહન આપી લોકલ પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ આપવાનું કામ સરકાર કરી રહી છે. ગામડાં સમૃદ્ધ, ગામડાનો કારીગર સમૃદ્ધ બને એ દિશામાં પોલિસી મેકિંગ થયું છે. ઈકો સિસ્ટમ ડેવલપ કરવાની અને માઇન્ડ ટુ માર્કેટ દ્વારા આપણી સ્થાનિક ઓળખ વૈશ્વિક ઓળખ બને એ માટે સરકાર પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે.
GI-Tag અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લાના ઉદ્યોગજગત તથા સ્થાનિક સાહસીકોને મહત્તમ લાભ મળે તેવુ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન Export Challenges તથા GI-Tag અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં આ સમિતિ સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવામાં તથા જીલ્લાના આર્થિક વિકાસમાં મહત્વનું પગલું સાબિત થશે.