ભારતીય જનતા પાર્ટીદ્વારા તેમની નવી રાષ્ટ્રીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના રાજકારણને મોટું સ્થાન મળ્યું છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી ટીમમાં ગુજરાતના 4 અગ્રણી નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ નિર્ણયથી ગુજરાત ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ હેમાંગ જોશી હવે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહેશે

નવી રાષ્ટ્રીય ટીમમાં સૌથી મહત્વની જવાબદારી ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ હેમાંગ જોશીને સોંપવામાં આવી છે, જેમને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વરિષ્ઠ નેતા વર્ષાબેન દોશીને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


https://twitter.com/sandeshnews/status/2089295105022955949 


રોહન ગુપ્તાને કેન્દ્રીય સંગઠનમાં મોટું કદ 

બીજી તરફ, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રોહન ગુપ્તાને કેન્દ્રીય સંગઠનમાં મોટું કદ આપતાં રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમની સાથે જ ગુજરાતના અન્ય અગ્રણી નેતા જગદીશ પટેલને પણ રાષ્ટ્રીય મંત્રી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. સાથે જ બી. એલ. સંતોષને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.

ચારેય નેતાઓને રાષ્ટ્રીય કક્ષાએ મોટી જવાબદારી 

આગામી સમયમાં યોજાનારી વિવિધ રાજ્યની ચૂંટણીઓ અને સંગઠનાત્મક મજબૂતીને ધ્યાનમાં રાખીને ગુજરાતના આ ચારેય નેતાઓને રાષ્ટ્રીય કક્ષાએ મોટી જવાબદારી સોંપવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ટીમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધતાં પ્રદેશ ભાજપ નેતૃત્વએ નવી ટીમ અને તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા છે.  


આ પણ વાંચો   :      Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન