ગુજરાતમાં આગઝરતી ગરમી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. આજે વહેલી સવારે શરૂ થયેલા મતદાનમાં રોનક જોવા મળી હતી. ત્યાર બાદ ગરમીમાં વધારો થતાં મતદારોને શોધવા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજકોટમાં મનપાએ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. બીજી તરફ રાજ્યમાં કેટલીક જગ્યાએ ખરી ગરમીમાં પણ મતદારો મત આપવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે. મતદારો માટે માંડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદમાં આજે 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીમાં સતત વધારો થવાનો છે. ત્યારે અમદાવાદમાં આજે 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે અમરેલીમાં 43.7, ભુજમાં 43.3, રાજકોટ 43.3, ગાંધીનગરમાં 43.2, વડોદરામાં 42.5, ભાવનગરમાં 41.7, સુરતમાં 41 અને દાહોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભીષણ ગરમીના માહોલમાં મતદારોનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે.
