આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે મતદાન મથકો પરથી અનેક પ્રેરણાદાયી તસવીરો સામે આવી રહી છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટનામાં પોલીસ જવાનોએ પોતાની ફરજની સાથે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શારીરિક રીતે અશક્ત એવા એક મતદારને પીઆઈ (PI) સહિતના બે પોલીસ જવાનોએ પોતાની ગોદમાં ઊંચકીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા.


ખાખી બની લાકડીનો ટેકો

મતદાન કરવા ઈચ્છતા એક શારીરિક અશક્ત મતદાર જ્યારે મતદાન મથકની બહાર પહોંચ્યા, ત્યારે તેમને બૂથ સુધી જવામાં મુશ્કેલી પડી રહી હતી. આ જોઈને ત્યાં ફરજ પર તૈનાત પીઆઈ અને અન્ય બે પોલીસ જવાનો તાત્કાલિક તેમની મદદે દોડી ગયા હતા. જવાનોએ કોઈ પણ ખચકાટ વિના આ મતદારને પોતાના હાથે ઊંચકી લીધા હતા અને તેમને મતદાન મથકની અંદર ઈવીએમ (EVM) સુધી લઈ ગયા હતા.

અશક્ત મતદારે કર્યું મતદાન

પોલીસના આ સહકારને કારણે શારીરિક મર્યાદાઓ હોવા છતાં આ મતદારે સફળતાપૂર્વક પોતાનો મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ મતદારે પોલીસ જવાનોનો આભાર માન્યો હતો. આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarat Local body election 2026: ખોખરામાં મતદાનના દિવસે જ ભારે વિવાદ, રાતોરાત બૂથ બદલાતા મતદારો અને ઉમેદવારોમાં રોષ

  • Follow us on: