શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના પ્રારંભે જ ખોખરા વિસ્તારમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અથવા સંકલનનો અભાવ સામે આવ્યો છે. ખોખરા સબ ઝોનલ ઓફિસ ખાતે આવેલા મતદાન મથકો રાતોરાત અન્ય જગ્યાએ ખસેડી દેવામાં આવતા વહેલી સવારથી મતદાન કરવા પહોંચેલા નાગરિકોમાં ભારે રોષ અને અસમંજસ જોવા મળી રહ્યો છે.


જાણ કર્યા વગર બૂથ ખસેડાયા

મળતી માહિતી મુજબ, ખોખરા સબ ઝોનલ ઓફિસમાં બૂથ નંબર 39 અને 40 ફાળવવામાં આવ્યા હતા. જોકે, મતદાનના દિવસે સવારે જ્યારે મતદારો અને ઉમેદવારો ત્યાં પહોંચ્યા ત્યારે ઓફિસને તાળા લાગેલા જોવા મળ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે આ બૂથને રાતોરાત અન્ય કોઈ સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે આટલા મોટા ફેરફાર અંગે તેમને પૂર્વ જાણકારી આપવામાં આવી નથી.

મતદારોને ભારે હાલાકી

આકરી ગરમીની આગાહી વચ્ચે વહેલી સવારે મતદાન કરવા આવેલા વૃદ્ધો અને અન્ય નાગરિકો મથક શોધવામાં અટવાયા હતા. સબ ઝોનલ ઓફિસ પર તાળા લટકતા જોઈ મતદારોમાં ભારે મુંઝવણ પેદા થઈ હતી. ઉમેદવારોનું કહેવું છે કે જો બૂથ ખસેડવા જ હતા તો તેની જાણ પૂર્વે કેમ ન કરવામાં આવી? આ પ્રકારના અચાનક ફેરફારથી મતદાનની ટકાવારી પર પણ અસર પડી શકે છે.

આ પણ વાંચો: Gujarat Local body election 2026: વડોદરામાં મતદાનના પ્રથમ કલાકે જ EVM ઠપ્પ, કુબેરેશ્વર શાળામાં મતદારોની ધીરજ ખૂટી

  • Follow us on: