ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન ભાજપના નેતાઓ પણ મતદારોને સાચવવા માટે દોડતા થઈ ગયા છે. અમદાવાદમાં SIRની કામગીરીને લઈને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષની આગેવાની હેઠળ ભાજપની બેઠક મળી હતી. જેમાં તેમણે સૂચના આપી હતી કે, પક્ષના હોદ્દેદારો ધારાસભ્ય સાથે સંકલન કરીને કેટલા મતદારો બહાર છે તેની યાદી તૈયાર કરે.
તમામ હોદ્દેદારો ધારાસભ્ય સાથે સંકલન કરો
અમદાવાદમાં યોજાયેલી ભાજપની બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષે હોદ્દેદારોને સૂચના આપી હતી કે, તમામ હોદ્દેદારો ધારાસભ્ય સાથે સંકલન કરો. કેટલા મતદારો SIR માટે સક્રિય છે અને કેટલા નિષ્ક્રિય છે. આ ઉપરાંત કેટલા મતદારો બહાર છે તેની એક યાદી તૈયાર કરો. આ યાદી તૈયાર કરીને બહાર રહેલા અને બાકી રહેલા મતદારોનો સંપર્ક કરીને ફોર્મ ભરાવો.













