ગુજરાતમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ મતગણતરી દરમિયાન મોટા ઉલટફેર સામે આવી રહ્યાં છે. અમરેલીમાં દામનગરમાં મોટો અપસેટ સામે આવ્યો છે. દામનગરમાં વોર્ડ નંબર પાંચમાં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારો જીતી ગયાં છે. દામનગર નગરપાલિકામાં આમ આદમી પાર્ટી પાંચ બેઠકો પર જીત મેળવી છે.ગારિયાધાર તાલુકા પંચાયત બેઠકની વાત કરીએ તો ભાજપની છઠ્ઠી બેઠક પર જીત થઈ છે. પાટણમાં કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી છે. ત્યારે ભાજપ સહિતના પક્ષોના કદાવર નેતાઓની આ ચૂંટણીમાં કારમી હાર થઈ છે.
ભાજપ અને કોંગ્રેસના કદાવર નેતાઓની હાર
વડોદરામાં કોંગ્રેસના બાળુ સૂર્વે અને અમી રાવતનો કારમો પરાજય થયો છે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર RJ આભા પણ હારી ગયાં છે. જ્યારે સુરતમાં મોટો અપસેટ સર્જાયો છે. સુરતમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ ગજબનું હતું. જે આ વખતે નાલોશીભર્યું જોવા મળ્યું છે. સુરતના વોર્ડ નંબર ચારમાં ભાજપની પેનલનો વીજય થયો છે.જ્યારે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનોજ સોરઠિયાનો પરાજય થયો છે. ઓડ જિલ્લા પંચાયતમાં પૂર્વ IPS મનોજ નિનામાની પણ હાર થઈ છે.
