ગુજરાતમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ મતગણતરી દરમિયાન મોટા ઉલટફેર સામે આવી રહ્યાં છે. અમરેલીમાં દામનગરમાં મોટો અપસેટ સામે આવ્યો છે. દામનગરમાં વોર્ડ નંબર પાંચમાં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારો જીતી ગયાં છે. દામનગર નગરપાલિકામાં આમ આદમી પાર્ટી પાંચ બેઠકો પર જીત મેળવી છે.ગારિયાધાર તાલુકા પંચાયત બેઠકની વાત કરીએ તો ભાજપની છઠ્ઠી બેઠક પર જીત થઈ છે. પાટણમાં કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી છે.
ભાજપ સાસિત પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મારી બાજી
પાટણમાં ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બાજી મારી છે. કુલ 20 બેઠક માંથી 13 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. પાટણ તાલુકા પંચાયત બની કોંગ્રેસની બની છે. પાટણ નગર પાલિકામાં કૂલ આઠ વોર્ડની 32 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપ 21 અને કોંગ્રેસ 8 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે અપક્ષના ફાળે ત્રણ બેઠકો આવી છે.
