અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. શહેરમાં 48 વોર્ડમાં 192 બેઠકોમાંથી 162 બેઠકો આસપાસનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપને આટલી મોટી જીત મળી છતાં એક કાળી ટીલી લાગી ગઈ છે. 1972થી ભાજપનો ગઢ કહેવાતો ખાડિયા વિસ્તાર આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના હાથમાં આવ્યો છે. ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત થઈ છે.


સૌથી જૂનો કહેવાતો ગઢ આ વખતે ભાજપે ગુમાવ્યો

અમદાવાદનો ખાડિયા વોર્ડ 1972થી ભાજપનો ગઢ કહેવાય છે. અમદાવાદની 150થી વધુ બેઠકો પર જીત મેળવ્યા છતાં ભાજપના કપાળે કાળી ટીલી લાગી છે. શહેરમાં સૌથી જૂનો કહેવાતો ગઢ આ વખતે ભાજપે ગુમાવ્યો છે. ખાડિયા વોર્ડમાં આ વખતે કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. આ ઉપરાંત શહેરના અન્ય વોર્ડમાં પણ કોંગ્રેસની જીત થઈ છે. લાંભા, અમરાઈવાડી, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં ભાજપને ફાયદો થયો છે.જ્યારે કોંગ્રેસને બાપુનગર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર અને મક્તમપુરામાં ફાયદો થયો છે. વર્ષ 2021 માં ભાજપ ને 159 , કોંગ્રેસ ને 24 , 7 AIMIM અને 1 સીટ હતી અપક્ષ ના ફાળે હતી. આ વખતે કોંગ્રેસનો આંક 35 આસપાસ રહેવાની શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ Gujarat Local Body Election Results 2026: જૂનાગઢની ભેંસાણ તાલુકા પંચાયતમાં જીત AAPની થઈ પણ પ્રમુખ ભાજપના બનશે



  • Follow us on: