ગુજરાતમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ મતગણતરી દરમિયાન મોટા ઉલટફેર સામે આવી રહ્યાં છે. અમરેલીમાં દામનગરમાં મોટો અપસેટ સામે આવ્યો છે. ભાજપની જીતની આંધીમાં પણ કેટલીક પંચાયતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સત્તા મેળવી છે. ત્યારે જૂનાગઢની ભેંસાણ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું ઝાડું ફરી વળ્યું છે.

ભેસાણ તાલુકા પંચાયતમાં બનશે ભાજપનો પ્રમુખ

જૂનાગઢમાં ભેંસાણ તાલુકા પંચાયતની 16 બેઠકોની ગણતરી પુરી થઈ છે. આ ચૂંટણીમાં ભેંસાણ તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને 13 બેઠકો મળી છે જ્યારે ભાજપને માત્ર ત્રણ જ બેઠકો મળી છે. આ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની બહુમતિ હોવા છતાં પ્રમુખ તો ભાજપના બનશે. ભાજપની જીતની આંધી વચ્ચે કબજે કરેલી તાલુકા પંચાયતની સત્તામાં પ્રમુખ આમ આદમી પાર્ટીના નહીં પણ ભાજપના બનશે.

આ પણ વાંચોઃ Gujarat Local Body Election Results 2026: ભાજપ અને કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ કેમ હારી ગયા