ગુજરાતની 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 10005 બેઠકો માટેની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણીમાં 10898ની ઉમેદવારી રદ્દ થયા બાદ આજે 15મી એપ્રિલે બપોરે ત્રણ વાગ્યા સુધી દાવેદારી પાછી ખેંચવા ચૂંટણી આયોગે મહેતલ આપી છે. આથી, 26મીએ મતદાન માટે ક્યાં કેટલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે, ચૂંટણીમાં રહેશે તેનું ચિત્ર બુધવાર બપોર પછી સ્પષ્ટ થશે.
મતદાન માટે કેટલા સ્પર્ધકો રહે તે નક્કી થશે
ઉમેદવારી પાછી ખેંચાવવા અને ચૂંટણી લડાવવા રાજકીયપક્ષો તેમના આગેવાનોએ જબરજસ્ત ધમપછાડા શરૂ કર્યા છે.આક્ષેપ પ્રતિઆક્ષેપનો માહોલ પણ ગરમાયો છે.ફોર્મ ચકાસણીને અંતે 10005 બેઠકો માટે થયેલી 39388 ઉમેદવારીમાંથી 10898 ફોર્મ રદ્દ થયા છે. ચૂંટણી અધિકારીઓએ માન્ય રાખેલા 28490 ઉમેદવારોમાંથી અત્યાર સુધી 94 જેટલા ઉમેદવાર પાણીમાં બેસી ગયા છે. ફોર્મ પાછુ ખેંચ્યુ છે.આથી,હાલમાં 28384 ઉમેદવારો સ્પર્ધામાં રહ્યા છે. બુધવારે ઉમેદવારી પરત ખેંચાયા બાદ 26મી એપ્રિલે મતદાન માટે કેટલા સ્પર્ધકો રહે તે નક્કી થશે.
