વડોદરા ભાજપમાં ટિકિટ ફાળવણી બાદ શરૂ થયેલો આંતરિક ડખો હવે હિંસક વળાંક લઈ રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 5ના ભાજપ ઉપપ્રમુખ અક્ષય સુથારે ભાજપના જ કાર્યકર કરશન રબારી વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે અક્ષય સુથારે બાપોદ પોલીસ મથકમાં લેખિત અરજી આપતા રાજકારણ ગરમાયું છે.
'આયાતી' વિરુદ્ધ 'મૂળ' ભાજપીનો જંગ?
સમગ્ર વિવાદ પાછળ પક્ષપલટાનું રાજકારણ જવાબદાર હોવાનું મનાય છે. અક્ષય સુથાર મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને પક્ષે તેમને વોર્ડમાં હોદ્દો આપ્યો હતો. આ વાતથી નારાજ થઈને કરશન રબારીએ તેમને ધમકી આપી હોવાનો આરોપ છે. અક્ષય સુથારે પોતાના નિવેદનમાં આક્રોશ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે વોર્ડ-5ના હાલના ઉમેદવાર મનોજ શાહ પણ મૂળ કોંગ્રેસી જ છે. મેં ક્યારેય ભાજપ વિરુદ્ધ કામ કર્યું નથી, તો પછી મને કેમ નિશાન બનાવવામાં આવે છે?"
