સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' થી સામે આવ્યા છે. ખેડૂત અગ્રણી અને 'આપ' ના પૂર્વ નેતા રાજુ કરપડાએ આજે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો છે.

ખેડૂતોની સ્થિતિ 100 ટકા સારી નથી.

ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ કહ્યું હતું કે, હું 2017થી ખેડૂતો માટે લડતો હતો. 2021માં રાજકીય પક્ષ સાથે જોડાયો.સ્વપ્ન હતું કે ખેડૂત સુખી સમૃદ્ધ બને.ખેડૂત ગામડાઓમાં જ રહે ગામડું ભાંગે નહીં.કુદરતી આફતમા અવાજ ઉઠાવ્યા. સત્તા સામે વિરોધ કરી ખેડૂત હિત નહીં થાય.સત્તામાં રહેલી પાર્ટી લોકોની પીડા દૂર કરી શકે.ભાજપ ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપશે. ખેડૂતોની સ્થિતિ 100 ટકા સારી નથી.

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

ગુજરાતની રાજનીતિમાં મોટો ઉલટફેર સામે આવ્યો છે. બોટાદમાં ખેડૂત મહા સંમેલન બાદ પોલીસ સાથે થયેલા ઘર્ષણના કેસમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના સામે ગુનો નોંધાયો હતો અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતાં. ત્યાર બાદ તેમને જામીન પર મુક્ત કરાયા હતાં. જામીન મળ્યા બાદ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેમણે ખેડૂત સંમેલન બોલાવીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચોઃ Amreli News: સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં 4 કલાકમાં ભૂકંપના સાત આંચકા આવ્યા