ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ રાજીનામું આપી દેતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો હતો. બીજી બાજુ ગુજરાતમાં પણ ચૂંટણી પહેલા AAPમાંથી અનેક નેતાઓ છૂટા થયા હતાં અને પક્ષ પલટો કરી ગયા હતાં. તાજેતરમાં જ ખેડૂત નેતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. હવે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા સાગર રબારીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.














