ગુજરાતમાં રવિવારે 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં, 84 નગરપાલિકાઓમાં, 34 જિલ્લા પંચાયતોમાં અને 260 તાલુકા પંચાયતોમાં સામાન્ય ચૂંટણી તેમજ 9 નગરપાલિકાની એક-એક સીટ ઉપર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું.તેમાં આ તમામ સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓનું મતદાન પુરુષ મતદારો કરતાં સરેરાશ ઓછું રહ્યું છે.મહિલાઓ વોટિંગ કરવામાં પુરુષો કરતાં ઉદાસીન રહી છે. આ મતદાન બાદ હવે આજે મંગળવારે મતગણતરી હાથ ધરાશે.


28240 મત ગણતરી સ્ટાફ કામગીરીમાં રહેશે

રાજ્યમાં આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરાશે.838 હોલમાં મતગણતરી હાથ ધરાશે. 6991 મતગણતરી ટેબલ મુકાશે. 28240 મત ગણતરી સ્ટાફ કામગીરીમાં રહેશે. 33750 પોલીસ કર્મચારીઓ ગણતરી સ્થાને રહેશે, વર્ગ 4 ના 10257 કર્મચારીઓ પણ રહેશે. આજે જિલ્લા, તાલુકા અને મનપા સહિત નગરપાલિકાના ઉમેદવારોનું ભાવિ ખુલશે.

આ પણ વાંચોઃ Gir Somnath : સોમનાથના શરણે ગૃહ મંત્રી અમિત શાહ, મંગળવારે સવારે કરશે વિશેષ પૂજા-જળાભિષેક


  • Follow us on: