ગઈકાલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કમલમ ખાતે બેઠક યોજી હતી.આ બેઠકમાં તેમણે ટૂંક સમયમાં મંત્રી મંડળનું વિસ્તરણ થશે તેવા સંકેત આપ્યા હતાં.આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે,મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર નસીબદાર હશે.આપણે ટૂંક સમયમાં બે વખત મળીશું.તેમણે મંત્રીઓ અને કાર્યકર્તાઓને ભગવાન ગણેશના દર્શન કરવા ટકોર કરી હોવાનું પણ ભાજપના સુત્રોએ જણાવ્યું હતું. ત્યારબાદ ગાંધીનગરમાં રાજભવન સાથે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આજે સવારે રાજભવન ખાતે સી.આર. પાટીલે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ત્યારે હવે મંત્રીમંડળના વિસ્તરણ અંગે મહત્વના સમાચારો સામે આવ્યા છે.
નવરાત્રિ પહેલા કે બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થશે













