અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આજે વિરમગામ ખાતે ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
વિરમગામમાં લોકશાહીના પર્વનો પ્રારંભ
વિરમગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ખાસ મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું હતું. અહીં વિરમગામ તાલુકા પંચાયત, નગરપાલિકા અને અમદાવાદ જિલ્લા પંચાયતની બેઠકો માટે જે કર્મચારીઓની ચૂંટણીમાં ડ્યૂટી લાગી છે, તેવા અધિકારીઓ, વહીવટી સ્ટાફ અને પોલીસકર્મીઓએ પોતાનો કિંમતી મત આપ્યો હતો.










