અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ 16 સ્ટ્રોંગ રૂમ પરથી ઈવીએમ (EVM) મશીનોને મતદાન મથકો સુધી પહોંચાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
ચુસ્ત સુરક્ષા અને મોનિટરિંગ
ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે દરેક સ્ટ્રોંગ રૂમ ખાતે ૧૨૦૦ થી ૧૩૦૦ જેટલા કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. સમગ્ર ડિસ્પેચિંગ પ્રક્રિયા CCTV કેમેરાની સતત દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે EVM અને અન્ય સાહિત્ય બૂથ સુધી રવાના કરવામાં આવ્યું છે.










