ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં કુલ 10005 બેઠકો માટે કુલ 39386 ઉમેદવારીપત્રો ભરાયા છે.હજી ઉમેદવારી પક્ષોની સ્થિતિ ફાઇનલ થઈ નથી એમાં ફેરફાર થઈ શકે છે.આજે સોમવારે આ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે અને બુધવારે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ કુલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.રાજ્યની કુલ 17 મહાનગરપાલિકાઓ પૈકી ગાંધીનગર અને જૂનાગઢને બાદ કરતાં 15 મહાનગરપાલિકાઓની કુલ 1044 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે 5984 ફોર્મ ભરાયા છે.

આજથી ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાશે

રાજયની 152 નગરપાલિકાઓ પૈકી 84 નગરપાલિકાની 2624 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે 7818 ફોર્મ ભરાયા છે.રાજ્યની 11 નગરપાલિકાની 13 બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે.જે માટે 40 ફોર્મ ભરાયા છે.રાજ્યની તમામ જિલ્લા પંચાયતની 5234 બેઠકો માટે સામાન્ય ચૂંટણી છે.જે માટે 4906 ઉમેદવારી પત્રો ભરાયા છે.જ્યારે રાજ્યની કુલ 263 તાલુકા પંચાયતો પૈકી ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ સિવાયની 260 તાલુકા પંચાયતોની 5234 બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે.જે માટે કુલ 20638 ફોર્મ ભરાયા છે.રાજ્યની ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિનહરીફ બેઠકો અને તેની સંખ્યા આજે સ્કૂટિના અંતે સ્પષ્ટ થશે.