ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરાયો છે. ત્યારે દેશના વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. 26 એપ્રિલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન હોવાથી બંને નેતાઓ મત આપવા માટે ગુજરાત આવશે. તેમના પ્રવાસને લઈને આયોજન થઈ રહ્યું હોવાની વિગતો જાણવા મળી છે.
બંને નેતાઓના સત્તાવાર પ્રવાસની જાહેરાત થઈ શકે છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મત આપવા માટે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી શકે છે. વડાપ્રધાન રાણિપ વિસ્તારમાં સ્થિત નિશાન સ્કૂલ ખાતેના મતદાન મથકે મત આપી શકે છે. જ્યારે અમિત શાહ નારણપુરા ખાતે મત આપે તેવી શક્યતાઓ છે. બંને નેતાઓના સત્તાવાર પ્રવાસની જાહેરાત થઈ શકે છે.
