રાજ્યમાં આજથી SIRની કામગીરીનો પ્રારંભ થયો છે. આ કામગિરીમાં મતદાર યાદીમાં સમાવિષ્ટ નામોની ચકાસણી કરવામાં આવશે અને ડુપ્લીકેશન ધરાવતો નામો તથા મૃતકના નામોને યાદીમાંથી દુર કરવામાં આવશે.
ગુજરાતમાં પણ આજથી મતદાર યાદીની ચકાસણીનું કામ
બિહારમાં SIRની કામગિરી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે હવે દેશના 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 28 ઓક્ટોબરથી SIRની કામગિરી શરુ કરવાની જાહેરાત કરી હતી. આ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ આજથી મતદાર યાદીની ચકાસણીનું કામ શરુ કરાશે.













