અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ ની મતગણતરીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા મહત્વનો આદેશ જાહેર કરાયો છે.આજે શહેરમાં મતગણતરીના સ્થળો પર ટ્રાફિકનું નિયમન કરવા માટે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
શહેરમાં મતગણતરી દરમિયાન એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ નવરંગપુરા અને ગુજરાત કોલેજ કેમ્પસ એલીસબ્રીજ ખાતે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે.આ પ્રતિબંધ આજે સવારે રાત્રે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. બીજી તરફ નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા પણ જાહેર કરાઈ છે.
