અમદાવાદ મહાનગર પાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયત સહિતની ચૂંટણીમાં મતદાન થયા બાદ આજે મતગણતરી હાથ ધરાશે. સવારે 9 વાગ્યાથી લઈને મતગણતરી શરૂ કરાશે. મતગણતરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બે હજાર કરતાં વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં હાજર રહેશે. આજે શહેરમાં બે સ્થળો પર મતગણતરી યોજાશે. જ્યારે જિલ્લા માટે પણ મતગણતરીના સ્થાનો નક્કી કરવામાં આવ્યા છે.
અમદાવાદ મનપાના 190 બેઠક માટે પરિણામ જાહેર થશે
અમદાવાદમાં આજે મહાનગર પાલિકાના 48 વોર્ડ માટે બે સેન્ટરો પર મતગણતરી હાથ ધરાશે. એલડી કોલેજ ખાતે 27 વોર્ડની ગણતરી થશે. જ્યારે ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડની ગણતરી હાથ ધરાશે. 9 વાગ્યે પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે ત્યાર બાદ ઈવીએમની ગણતરી હાથ ધરાશે. બે હજાર કરતાં વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે અમદાવાદ મનપાના 190 બેઠક માટે પરિણામ જાહેર થશે
