અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.9 ખાસ ચર્ચામાં આવ્યો છે.જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.ભાજપે જેઠાણી રેશ્માબેનને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.જ્યારે કોંગ્રેસે દેરાણી કાજલબેન પર વિશ્વાસ મૂક્યો છે.એક જ પરિવારની બે સભ્યો વચ્ચે ચૂંટણી જંગ જામતા સ્થાનિક સ્તરે આ મુકાબલો ચર્ચાનો વિષય બની ગયો છે.
મતદારોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે
બન્ને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતાં જ વોર્ડમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને મતદારોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.આ પહેલાં જેઠાણી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા છે અને સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે દેરાણી કોંગ્રેસ તરફથી મેદાનમાં આવી છે.આ કારણે પરિવારની અંદર જ રાજકીય સ્પર્ધા સર્જાઈ છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમરેલી નગરપાલિકામાં અનોખો જંગ જામ્યો છે.













