સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 16 એપ્રિલે આણંદમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત નગરપાલિકા શાળા નંબર 13ના વિદ્યાર્થીઓ દ્વારા આજે માનવ સાંકળ રચીને મતદારોને મતદાન કરવા પ્રેરાય તે માટે ખાસ અપીલ કરી હતી.
લોકશાહીને મજબૂત કરવાની એક અતૂટ કડી
આ માનવ સાંકળ તે માત્ર હાથોની સાંકળ નથી, પરંતુ લોકશાહીને મજબૂત કરવાની એક અતૂટ કડી છે તેમ ચૂંટણી અધિકારી મેહુલ પટેલે જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી એ માત્ર પ્રક્રિયા નથી, પણ આપણા શહેરના ભવિષ્યને બનાવવાનો એક ઉત્સવ છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે ભલે તમે આજે વોટ આપી શકતા નથી પણ તમારી આ પહેલ મતદારોને મત આપવા પ્રેરાય તે માટે યાદ કરાવશે.













