ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, નર્મદા જિલ્લાને આ ચૈતર એન્ડ કંપની અને આમ આદમી પાર્ટીએ આખા ગુજરાતમાં બદનામ કરી દીધો છે. આ ચૈતર એન્ડ કંપની બધાને ગેરમાર્ગે દોરે છે. આ ધારાસભ્ય આપણા તાલુકાનો લુખ્ખો છે. ગામમાં ડામીસ અને લુખ્ખાઓ હોય તે બોલે રાખે છે. આ લોકો આપણાં સમાજને ક્યાં લઈ જશે?
મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આકરા પ્રહાર
મનસુખ વસાવાએ કહ્યું હતું કે, મનરેગાની તપાસની માગ ભાજપના નેતાઓએ કરી હતી. નાની ભૂલ હોય તો જવાબદારી સ્થાનિક ધારાસભ્યની છે. રેતી ખનનમાં ફરિયાદના આધારે દંડ લેવાય છે. આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાને બદનામ કર્યો છે. ભૂલ થાય તો તેને રોકવાની જવાબદારી સૌની છે. સારી નોકરી મેળવવા મહેનત કરવી પડે છે. તેમણે એક માજી સાંસદની પુત્રી પર પણ આકરા પ્રહારો કર્યા હતાં. નામ લીધા વિના તેમણે શાબ્દિક ટીપ્પણી કરી હતી.













