સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા ઝઘડિયા જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ઉમેદવારોના નામની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં પક્ષે અનુભવી નેતાઓ અને સંગઠનના પાયાના કાર્યકરો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
ઝઘડિયા ભાજપ ઉમેદવાર યાદી
સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક પરથી ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે રાજપારડી બેઠક પરથી લત્તાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. સૌથી વધુ ચર્ચા દુમાલા-વાઘપુરા બેઠકની છે, જ્યાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાના પત્ની ધર્મિષ્ઠાબેન વાંસદિયાને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ આ બેઠક પર બે ટર્મથી સદસ્ય રહી ચૂક્યા છે.
