બોટાદ જિલ્લામાં આજે યોજાયેલી મતગણતરી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ વિજયી શ્રીગણેશ કર્યા છે. બોટાદ તાલુકા પંચાયતની મહત્વની ગણાતી ચોકડી બેઠક પર ભાજપના ઉમેદવારે ભવ્ય વિજય મેળવીને પક્ષનું ખાતું ખોલ્યું છે.


ચિરાગભાઈ ગળીયલનો વિજય

ચોકડી બેઠક પર ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા ઉમેદવાર ચિરાગભાઈ ગળીયલનો વિજય થયો છે. મતગણતરીના રાઉન્ડના અંતે ચિરાગભાઈએ પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવારને પછાડીને આ બેઠક અંકે કરી છે. આ જીત સાથે જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કેસરીયા ખેસ સાથે વિજય ઉત્સવ મનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભાજપે જાળવી પકડ

તાલુકા પંચાયતની આ બેઠક પર વિજય મેળવીને ભાજપે સ્થાનિક સ્તરે પોતાની પકડ મજબૂત હોવાનો પુરાવો આપ્યો છે. બોટાદ પંથકમાં અન્ય બેઠકો પર પણ રસાકસી જામી છે, પરંતુ ચોકડી બેઠક પર મળેલી આ જીત ભાજપ માટે પ્રોત્સાહક સાબિત થઈ છે.

આ પણ વાંચો: Gujarat Local Body Election Results 2026: દાંતા મતગણતરી કેન્દ્ર પર કોંગ્રેસનો ભારે હોબાળો, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા મામલો ગરમાયો

  • Follow us on: