દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ભાજપ સંગઠન દ્વારા શિસ્તભંગના કિસ્સામાં કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ભાણવડ તાલુકાના ભાજપના કાર્યકર જેઠાભાઈ છુછર સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિના ગંભીર આક્ષેપો બાદ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ એક્શન

જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે જેઠાભાઈ છુછર પક્ષની ગરિમા વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જણાતા, તેમને પક્ષની તમામ જવાબદારીઓ અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રદેશ ભાજપની સૂચના

આ કાર્યવાહી માત્ર જિલ્લા કક્ષાએ જ નહીં પરંતુ પ્રદેશ ભાજપની સીધી સૂચના બાદ કરવામાં આવી છે. પક્ષના આદેશોનું ઉલ્લંઘન કરનારા કાર્યકરો સામે ભાજપે લાલ આંખ કરી છે. જેઠાભાઈ છુછરને પક્ષના સભ્ય પદેથી મુક્ત કરવામાં આવતા ભાણવડ તાલુકાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો: Navsari: GCAS પોર્ટલની નિષ્ફળતા સામે ABVPના ઉગ્ર દેખાવો, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી

  • Follow us on: