રાજ્યમાં નવા મંત્રીમંડળની રચના થયા બાદ હવે નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે ત્યારે ગાંધીનગરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. હવે રાજ્યના 2 મંત્રીઓને પ્રવક્તા મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ડે. સીએમ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વધુ એક મહત્વની જવાબદારી
મંગળવારે રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે. ડે. સીએમ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વધુ એક મહત્વની જવાબદારી આપવામાં આવી છે. હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવશે.













