આજથી નવા વર્ષ 2082નો પ્રારંભ થયો છે. નવા વર્ષે આજે અમદાવાદમાં IPS મેસમાં સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.


CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

આજે બેસતા વર્ષે અમદાવાદ સ્થિત IPS મેસમાં સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય પોલીસ તંત્રના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર

નવા વર્ષ નિમિત્તે યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા તથા અમદાવાદના CP જી.એસ.મલિક પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાજ્ય પોલીસ તંત્રના તમામ વરિષ્ઠ અધિકારીઓ તથા અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 નવા વર્ષ અને દિવાળી પર્વની શુભેચ્છા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ પોલીસ અધિકારીઓને નવા વર્ષ અને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી


  • Follow us on: