સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પીએમ મોદીએ કહ્યુ છે કે, પ્રકાશના આ પર્વ દરમિયાન તમામના જીવનમાં સુખ-સમૃદ્ધી આવે.

દિવાળી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા

પીએમ મોદીએ ભારતીય ગ્રાહકોને તહેવાર દરમિયાન સ્થાનિક ક્ષેત્રે 'સ્વદેશી' ઉત્પાદનોને ખરીદવા અપીલ કરી છે. જેના કારણે ભારતીય વસ્તુઓને પ્રોત્સાહન મળશે. અને બજારમાં તેમનું સ્થાન મજબૂત થશે. તથા તેમના વેપાર આગળ વધશે. સ્થાનિક કારીગરોને રોજગાર પુરો પાડવા માટે ભારતીય સ્વેદશી નિર્મિત વસ્તુઓનો મેળો મહત્ત્વનો ભાગ ભજવે છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યુ છે કે, તહેવાર દરમિયાન 140 કરોડ ભારતીયોની મહેનત, રચનાત્મક અને નવા-વિચાર સાથે જશ્ન મનાવીએ. ભારતીય ઉત્પાદનની વસ્તુઓ ખરીદીએ અને ગર્વ સાથે કહો કે અમે સ્વદેશી છીએ. અને સ્વદેશી વસ્તુઓ ખરીદીને સોશિયલ મીડિયા પર આગળ વધારો અને અન્ય લોકોને પણ ખરીદી માટે પ્રેરિત કરો.

અન્ય રાજનેતાઓએ શું કહ્યુ ?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં દિવાળી દરમિયાન જનતાને શુભકામના પાઠવી છે. તો સાથે જ કૉંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. તો આ તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

દિવાળી નિમિત્તે શુભેચ્છાઓ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લખ્યુ હતુ કે, દિવાળીની તહેવાર નિમિત્તે તમામ લોકોને શુભેચ્છાઓ. તો સાથે જ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ જનતાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તો કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ દિવાળી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. અને સારી તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી. 

  • Follow us on: