ગાંધીનગરમાં રાજકીય પક્ષના સ્થાપકને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડતા ચકચાર મચી ગઇ છે. ઇન્કમટેક્ષે ભારતીય નેશનલ જનતા દળના સંસ્થાપક સંજય ગજેરાને ત્યાં દરોડા પાડીને તપાસ શરુ કરી છે.
સંજય ગજેરાના નિવાસસ્થાન અને ઓફિસમાં દરોડા
ઇન્કમટેક્ષ વિભાગે ભારતીય નેશનલ જનતા દળના સંસ્થાપક સંજય ગજેરાના નિવાસસ્થાન અને ઓફિસમાં દરોડા પાડ્યા છે. મળેલી માહિતી મુજબ ભારતીય નેશનલ જનતા દળ રજિસ્ટર્ડ પક્ષમાં સૌથી વધુ આવક ધરાવતો પક્ષ છે













