પોલીસના પટ્ટા ઉતારવા અને દારૂબંધીના વાક યુદ્ધ વચ્ચે નાયબ મુખ્યમંત્રી ગુરૂવારે બનાસકાંઠાના પ્રવાસે જશે. તેઓ વડગામમાં લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરશે. જ્યારે પાલનપુર અને ડીસામાં સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ ડીસામાં જાહેર સભાને સંબોધિત કરશે.
હર્ષ સંઘવી ગુરૂવારે બનાસકાંઠાના પ્રવાસે જશે
કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા દારૂબંધીને લઈને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતાં જ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતાં. તેનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડીજીપીએ જવાબ પણ આપ્યો હતો. હવે આ મુદ્દો વધુ ગરમ થઈ રહ્યો છે. ઠેર ઠેર પોલીસ પરિવાર દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુરૂવારે બનાસકાંઠાના પ્રવાસે જશે.
