ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે બંને મુખ્ય રાજકીય પક્ષો—ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના શિક્ષણને લઈને ખૂબ જ રસપ્રદ આંકડાઓ સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગમાં ઉમેદવારો દ્વારા જમા કરવામાં આવેલી એફિડેવિટ (સોગંદનામા) મુજબ, બંને પક્ષોના કુલ 88 ઉમેદવારો મેદાનમાં છે, જેમના શૈક્ષણિક સ્તરમાં મોટો તફાવત જોવા મળ્યો છે.

55 ઉમેદવારો સ્નાતક પણ થયા નથી

ચૂંટણી આયોગના દસ્તાવેજો અનુસાર, ભાજપ અને કોંગ્રેસના કુલ 55 ઉમેદવારો એવા છે કે, જેમણે ધોરણ 8 થી 12 સુધીનો જ અભ્યાસ કર્યો છે અથવા તો તેનાથી ઓછું ભણેલા છે. જેમાં કોંગ્રેસના 27 અને ભાજપના 28 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ આંકડો દર્શાવે છે કે, બંને પક્ષોમાં અડધાથી વધુ ઉમેદવારોએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો નથી. આ ઉપરાંત, કેટલાક ઉમેદવારો માત્ર પ્રાથમિક અક્ષરજ્ઞાન ધરાવે છે અથવા અશિક્ષિત વર્ગમાંથી આવે છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર માનાજી મોદી માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે, જ્યારે ભાજપના શારદાબેન ઠાકોર અશિક્ષિત હોવાનું એફિડેવિટમાં સામે આવ્યું છે.

GMC Election 2026: Educational Background of BJP and Congress Candidates in Gandhinagar Corporation Elections

ઉચ્ચ શિક્ષણ મેળવનાર ઉમેદવારોની સ્થિતિ

એક તરફ જ્યાં મોટાભાગના ઉમેદવારો સામાન્ય શિક્ષણ ધરાવે છે, તો બીજી તરફ કેટલાક ઉમેદવારોએ ઉચ્ચ શિક્ષણ પણ મેળવ્યું છે.

  • બંને પક્ષો મળીને કુલ 27 ઉમેદવારો ગ્રેજ્યુએટ (સ્નાતક) થયેલા છે, જેમાં ભાજપના 13 અને કોંગ્રેસના 14 ઉમેદવારો સામેલ છે.
  • ટેક્નિકલ શિક્ષણની વાત કરીએ તો, ભાજપના 2 અને કોંગ્રેસના 4 ઉમેદવારોએ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે.
  • આ ઉપરાંત, એક ઉમેદવાર પીએચડી (PhD) થયેલા છે, જ્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના ઉમેદવારે એલએલએમ (LLM) અને પીએચડી સુધીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.

GMC Election 2026: Educational Background of BJP and Congress Candidates in Gandhinagar Corporation Elections

શૈક્ષણિક લાયકાતના આ આંકડાઓ આગામી ચૂંટણીના સમીકરણોમાં ચર્ચાનો વિષય બન્યા છે.


આ પણ વાંચો: Gandhinagar News: પ્રાથમિક સુવિધાઓનો અભાવ, કોંગ્રેસના આક્ષેપો સાથે વિકાસના દાવાઓની પોલ ખુલ્લી