રાજ્યમાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પાટનગર ગાંધીનગરમાં વહીવટી તંત્ર દ્વારા આખરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠકો માટે યોજાનારા મતદાનને લઈ આજે વહેલી સવારથી જ સેક્ટર-15 સ્થિત સરકારી કોલેજ ખાતેથી EVM ડિસ્પેચ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
EVM અને બૂથનું આયોજન
ગાંધીનગર જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ માટે તંત્ર દ્વારા કુલ 209 મતદાન મથકો (બૂથ) ઉભા કરવામાં આવ્યા છે.દરેક બૂથ માટે કુલ 209 બેલેટ યુનિટ અને 209 કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી છે. ટેકનિકલ ખામી કે અન્ય ઇમરજન્સીને પહોંચી વળવા માટે 40 વધારાના EVM યુનિટ અનામત રાખવામાં આવ્યા છે.










