ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે. તે પહેલા ગઈકાલે આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રતિનિધિ પ્રોહિબિશનના કેસમાં ઝડપાયા છે. ગીર સોમનાથની ચિત્રાવડ બેઠક પર મતદારોને રીઝવવા માટે દારૂની રેલમછેલ કરતાં AAP ઉમેદવારના પ્રતિનિધિ પોલીસના હાથે ઝડપાઈ ગયાં છે. પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રતિનિધિ દારુ વેચતા પકડાયા
ગીર સોમનાથની ચિત્રાવડ બેઠક પર મતદારોને રિઝવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રતિનિધ દારૂની રેલમછેલ કરતાં ઝડપાયા છે. મતદારોને રીઝવવા માટે દારુ વહેંચવાના ઈરાદે ફરતા હતાં. પોલીસે જેપુર ગામના દિનેશ બાકુની ધરપકડ કરી છે. આરોપીને રમળેચી-ચિત્રાવડ રોડ પરથી પકડીને પોલીસે ધરપકડ કરી છે. તેની કારમાંથી વિદેશી દારૂ સાથે રોકડ રકમ પણ મળી આવી છે.પોલીસે કુલ રૂ.8.55 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.આરોપી સામે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધાયો છે.
આ પણ વાંચોઃ Gujarat Local body election 2026: ગોધરામાં મતદાન શરુ થતા પહેલા જ બુથમાં આગ લાગી, EVMને સુરક્ષિત સ્થળે ખસેડાયા












