સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે સાબરકાંઠા જિલ્લામાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિજયનગર તાલુકાની ચિતરીયા બેઠક પરથી તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા અને ભાજપના કર્મઠ અગ્રણી લીનાબેન લક્ષ્મણભાઈ નીનામાનું નિધન થયું છે. તેમના નિધનને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અચાનક લથડી હતી તબિયત
મળતી માહિતી મુજબ, બુધવારે સાંજે લીનાબેનની તબિયત અચાનક લથડી હતી. ગંભીર બીમારીના કારણે તેમની તબિયત વધુ બગડતા તાત્કાલિક ભિલોડાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.










