રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. જૂનાગઢમાં બીલખામાં શાતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. સવારથી જ મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. 110 વર્ષના વૃદ્ધે ઉત્સાહભેર મતદાન કર્યું છે. રાજાશાહી વખતથી વૃદ્ધ મતદાન કરતા આવ્યા છે. તેમણે વૃદ્ધ લોકોને મત આપવા અપીલ કરી હતી.


જૂનાગઢમાં લોકશાહીના પર્વની ઉજવણી

જૂનાગઢમાં આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું છે. બીલખામાં સવારથી જ શાંતિપર્ણ મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદારોની આ બુથ પર પાંખી હાજરી જોવા મળી રહી છે. ત્યારે રાજાશાહી વખતથી મતદાન કરતા આવેલા એક વૃદ્ધ વ્યક્તિએ મત આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે લોકોને મત આપવા માટે અપીલ કરી છે. જૂનાગઢ જિલ્લામાં બે હજારથી વધુ પોલીસ કર્મીઓના બંદોબસ્ત વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Local body election 2026 : 'ગરમી વધે તે પહેલા મતદાન', આકરા તાપથી બચવા ગુજરાતના મતદારોએ સવારથી જ મતદાન કેન્દ્રો પર



  • Follow us on: